શિક્ષણ પદ્ધતિ

શૈક્ષણિકશિક્ષણ પદ્ધતિશિક્ષણ પદ્ધતિ

શ્રીહરિ વિદ્યામંદિરના ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું તાલિમયુક્ત અને સમર્પિત શિક્ષકો દ્વારા સુનિશ્ચિત તાસ પદ્ધતિથી જીવન-મૂલ્ય લક્ષી પ્રવૃત્તિમય, નિયમિત અને ગુણવત્તાયુક્ત અભ્યાસકાર્ય શાળા કક્ષાએ થઇ રહ્યું છે.

માસિક લેખિત અને મૌખિક કસોટી દ્વારા સતત મુલ્યાંકન પદ્ધતિથી વિદ્યાર્થીની પ્રગતિનું અવલોકન અને સ્વાધ્યાયનું નિરીક્ષણ કરવામાં આવે છે. ધોરણ - ૧૦ અને ૧૨ જાહેર પરીક્ષાનાવિદ્યાર્થીઓ માટે બ્રહ્મમૂહર્તે વાંચન, પ્રયત્ન કસોટી અને વિશેષ વર્ગોનું આયોજન કરવામાં આવે છે.