પ્રેરણા

અમારા વિશેપ્રેરણા

ગુણાઃ સર્વત્ર પૂજ્યન્તે પિતૃવંશો નિરર્થકઃ । વાસુદેવં નમસ્યન્તિ વસુદેવંનમાનવાઃ ।।

અર્થાત્‌ સર્વત્ર ગુણો જ પૂજાય છે,પિતૃવંશ નિરર્થક છે. લોકો વાસુદેવ કૃષ્ણને નમે છે, નહીં કે એમના પિતા વસુદેવને. હે વાલી શ્રેષ્ઠ, વ્યક્તિ પોતાના ગુણને લીધે જ આદરપાત્ર કે પૂજનીય બને છે,નહીં કે પોતાના વંશને લીધે. માણસ પોતાના પિતા, વડીલ કે ગુરુની ઉપલબ્ધિઓના આધારે ગાદી તો મેળવી શકે પણ ગૌરવ નહીં. સમાજમાં પોતાના વડીલોની કીર્તિ વટાવી ખાનારાઓની ખોટ નથી પરંતુ આ રીતે માત્ર ટૂંકા ગાળાનો સ્વાર્થ સધાઇ શકે. લોકો ચિરકાળ સુધી સ્મરણમાં રાખે તેવી નામના તો પોતે કેળવેલા ગુણો વડે જ પ્રાપ્ય બનતી હોય છે.

૨૧મી સદીમાં આપણો સમાજ આ ભાવનાથી કોસો દુર જઇ રહ્યો છે. વિભક્ત અને વ્યસ્ત એવા પોતાના પરિવારની સાથે રહેતો બાળક પુરતા ઘડતરયુક્ત વાતાવરણના અભાવે સામાજીક દુષણોથી પોતાનો બચાવ કરી શકતો નથી અને દિશાવિહિન બને છે.

ગુરુકુલમાં સંતોના નિત્ય સાનિધ્યમાં રહેતો બાળક ઉત્તમ ગુણોથી મંડિત ચારિત્ર્યવાન બને છે. ગુરુકુલમાં રહેતા બાળકો ઇશ્વર આસ્થા, સંત સમાગમ, રાષ્ટ્રભક્તિ, જ્ઞાન, સેવા, સ્વાશ્રય, શ્રમ, પ્રામાણિકતા, અનુશાસન, નેતૃત્વ આદિ ગુણોને કેળવી સુસંસ્કૃત વ્યક્તિત્વનું નિર્માણ કરે છે.

હે આત્મિય જનો, ઋષિમૂનિઓ દ્વારા નિર્મિત ગુરુકુલ સંસ્કૃતિ આપના બાળકને ‘માનવ’ બનાવે છે....