બાહ્ય પરિક્ષાઓ

પ્રવૃત્તિઓબાહ્ય પરિક્ષાઓ



બાહ્ય પરિક્ષાઓ

વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓને પ્રગટ કરવા અને તેનામાં સામાન્ય જ્ઞાનને વધારો કરવા માટે શાળા કક્ષાએ બાહ્ય પરીક્ષાઓનું પણ આયોજન થાય છે. જેમાં પ્રખરતા શોધ, રાષ્ટ્રભાષા હિન્દી,સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા,ચિત્રકામ પરીક્ષા,ગૌ વિજ્ઞાન, કચ્છી પરીક્ષા વગેરે.

તમામ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સારો દેખાવ કરે છે. જે પૈકી કચ્છ કલા સંઘ દ્વારા પ્રેરિત અને વી.આર.ટી.આઇ. – માંડવી દ્વારા આયોજીત કચ્છી પરીક્ષામાં સદર શાળાએ કચ્છ અને ગુજરાતના કુલ ૯૭ કેન્દ્રોમાં છેલ્લા ત્રણ વર્ષથી સહભાગીતાના ધોરણે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.