પ્રસ્તાવના

અમારા વિશે પ્રસ્તાવના

શ્રીરામ, શ્રીશ્યામ અને શ્રીઘનશ્યામ મહારાજની દિવ્ય ચરણરજથી પુનિત ધરા તીર્થધામ શ્રીગંગાજીના તટેશિક્ષણની અખંડ જ્યોત પ્રગટાવી રાખવાના સંવત્‌ ૨૦૫૫, ફાગણ વદ ૧૦, દિનાંક- ૧૨/૦૩/૧૯૯૯, શુક્રવારના શુભદિને મહંત સદ્‌. પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજીના કરકમળ દ્વારા શ્રીહરિ તપોવન ગુરુકુલ ગંગાજીની ખાતમુહુર્ત વિધિ સંપન્ન થઇ. વાત્સલ્યમૂર્તિ સદ્‌. પુરાણી સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા કરૂણામૂર્તિ સદ્‌. પુરાણી સ્વામીનારાયણસેવકદાસજીનાં મંડળના સંતોને સંચાલનની જવાબદારી સોંપવામાં આવી. શૈક્ષણિક વર્ષ- જુન ૨૦૦૧ થી પ્રાથમિક વિભાગના ધો. ૫ થી ૭ ના વર્ગોથી વિદ્યાભ્યાસ શરૂ થયો. આજે ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક અને ૯ થી ૧૨ માધ્યમિક અને ઉ.મા. વર્ગોમાં સંતોના કુશળ સંચાલન અને તજજ્ઞ શિક્ષકોની નિશ્રામાં કુલ ૪૫૦ જેટલા બાળકો મધુર માતૃભાષામાં વિદ્યાભ્યાસ કરી ભવિષ્યની કેડી કંડારી રહ્યા છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર - ભુજના મહંત સદ્‌. પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીની અધ્યક્ષતામાં અને મંડળધારી અ.નિ.સદ્‌. પુરાણી સ્વામી ધર્મપ્રસાદદાસજીના હેતભર્યા આશીર્વાદથી સદ્‌. પુરાણી સ્વામી વિશ્વવલ્લભદાસજીના પ્રમુખ પદે વિદ્યા, વિનય અને સંસ્કારના ત્રિવેણી સંગમરૂપ તપોવન ગુરુકુલનું પ્રેરક સંચાલન થઇ રહ્યું છે.

સંવર્ધનકર્તા સંસ્થા સંચાલક શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી અને સહ સંચાલક પુરાણી સ્વામી ભક્તિવિહારીદાસજીના સતત સાનિધ્યમાં ભારતના ભાવિ નાગરિકોમાં ઇશ્વર આસ્થા, સંત સમાગમ, રાષ્ટ્રભક્તિ, જ્ઞાન, સેવા, સ્વાશ્રય, શ્રમ, પ્રામાણિકતા, અનુશાસન, નેતૃત્વ આદિ જીવનોપયોગી ગુણોનો આવિર્ભાવ થઇ રહ્યો છે.