ગુરુકુલમાં જીવન → માવિત્ર જેવી સંભાળ
                            ઘર પરિવારથી દુર બાળકોને વાત્સલ્ય પ્રેમ આપી ગુરુકુલના સંતો દરેક બાળકની પુત્રવત્ સારસંભાળ રાખે છે. રોજીંદી દિનચર્યામાં તેની સાથે રહી પારિવારીક વાતાવરણ આપવામાં આવે છે.
રોજીંદા પ્રશ્નોના તાત્કાલિક નિવારણ અને બાળકોની દેખરેખ માટે ૨૪ કલાક ગૃહપતિની ઉપસ્થિતિ હોય જ છે. સંતો આદર્શ અને પ્રેરક જીવનની ઉદાહરણ સાથે મીઠી વાણીમાં ભલામણની વાતો કરે છે જે થકી બાળકોમાં ચારિત્ર્યનું નિર્માણ થાય છે.