ભોજનાલય

ગુરુકુલમાં જીવનભોજનાલય



ભોજનાલય

શ્રીસ્વામિનારાયણ મહામંત્રના શ્રવણ સાથે વિશાળ ભોજનાલયમાં સ્વચ્છ રસોઇઘરમાંથી બનેલ શ્રીઠાકોરજીને ધરેલું પ્રસાદરૂપ સાત્વિક ભોજન વિદ્યાર્થીઓ ભારતીય બેઠકમાં પંગત પદ્ધતિથી ગ્રહણ કરે છે.

સવારે દુધ સાથે અલ્પાહાર,બપોરે ગુજરાતી સાત્વિક વાનગી રોટલી,શાક, દાળ, ભાત, છાસ અને સપ્તાહમાં એક વખત વિશિષ્ટ ફરસાણ અને મિષ્ટાન્ન તો ખરું જ.

રાત્રીના સમયે ત્રણ દિવસ ખીચડી, કઢી, ભાખરી, છાસ અને બાકીના દિવસોમાં ખારી-ભાત, ઇડલી-સાંભર, દાળ-ઢોકળી, ભેલ જેવી વાનગી આપવામાં આવે છે. ભોજન વિદ્યાર્થીઓ જ પીરસે છે, જેથી તેમનામાં જમાડવાનો એક ગુણ વિકસે છે.