પ્રવેશ પ્રક્રિયા

એફ.એ.ક્યુ.પ્રવેશ પ્રક્રિયા

આપના સંતાનમાં સંસ્કારયુક્ત શિક્ષણનું સર્વોત્તમ સિંચન થાય એવું ઇચ્છતા હો તો પધારો..

શ્રીહરિ તપોવન ગુરુકુલ ગંગાજીમાં અને આપનાં સ્વપ્નને સાકાર કરો...

પ્રવેશ ચાલુ છે...

ધો.૬ થી ૧૨ ( આટર્સ / કોમર્સ ) માં પ્રવેશ ઇચ્છતા બાળકો માટે.
તા. ૨૭-૪-૨૦૧૭ થી વહેલા તે પહેલાના ધોરણે...
સમય- સવારે ૮ થી ૧૨
સંપર્કસૂત્ર - +૯૧ ૯૭૧૨૫ ૬૩૬૬૩
સંપર્કસૂત્ર - +૯૧ ૭૦૬૯૫ ૬૨૧૦૧

- આદર્શ શિક્ષણ અને ઉત્તમ સુવિધા -

૦૧) સંતોનું સાનિધ્ય

-ગુરુકુલ સંસ્કૃતિ સાથે સંતોના નિત્ય સાનિધ્યમાં સંસ્કારી અને પ્રાકૃતિક વાતાવરણ.

૦૨) માસિક કસોટી

- નિયમિત અભ્યાસ અને સ્વાધ્યાયની ચકાસણી હેતુ મહિનાના છેલ્લા સપ્તાહમાં માસિક કસોટી દ્વારા મૂલ્યાંકન.

૦૩) વક્તૃત્વ સ્પર્ધા

- કથન કૌશલ્ય અર્થાત્‌ મૌલિક અભિવ્યક્તિના વિકાસ માટે સમયાંતરે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન.

૦૪) રક્ત પરીક્ષણ શિબિર

- લોહીના પ્રકારના પરિચય અને માનવ જીવન માટે તેની ઉપયોગીતાની સમજ માટે રક્ત પરીક્ષણ જેવા સ્વાસ્થ્ય સંબંધી શિબિરોનું આયોજન.

૦૫) ગણિત - વિજ્ઞાન પ્રદર્શન

- કચ્છ જીલ્લામાંથી પ્રથમ ક્રમાંક મેળવી ગુજરાત રાજ્ય કક્ષાએ ગણિત - વિજ્ઞાન પ્રદર્શનમાં સહભાગિતા.

૦૬) ‘રાષ્ટ્રીય સેવા યોજના’(NSS)

- ‘રાષ્ટ્રીય સેવા યોજના’(NSS) હેઠળ વિવિધ સેવાકાર્યો દ્વારા બાળકોનું સામાજીક ઘડતર.

૦૭) રંગોત્સવ

- રાષ્ટ્રીય, સામાજીક એવમ્‌ ધાર્મિક પર્વોની ઉમંગ અને ઉલ્લાસ સાથે પ્રેરક ઉજવણી.

૦૮) સાંસ્કૃતિક કાર્યક્રમ

- રંગમંચના માધ્યમથી સર્વાંગી વિકાસ હેતુ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન.

૦૯) હોસ્ટેલ રૂમ

- પલંગ, લોકર, ટ્યૂબલાઇટ અને પંખાની સુંદર સુવિધા સાથે હવા ઉજાસવાળા વિદ્યાર્થી નિવાસ ખંડ.

૧૦) મલ્ટીમિડિયા હોલ

- અત્યાધુનિક ટેક્‌નોલોજીથી સજ્જ વિશાળ મલ્ટીમિડિયા હોલમાં O.H.P. દ્વારા અપાતું જીવંત શિક્ષણ.

૧૧) કોમ્પ્યુટર લેબોરેટરી

- દરેક વિદ્યાર્થી ઇન્ટરનેટનો લાભ મેળવી શકે એ મુજબ અદ્યતન સુવિધાઓથી સજ્જ કોમ્પ્યુટર લેબ.