સિદ્ધિઓ

એફ.એ.ક્યુ.સિદ્ધિઓ

સંતો, શિક્ષકો, વાલીગણ અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસથી દર વર્ષે ધોરણ. ૧૦ અને ૧૨નું ૯૫% થી ૧૦૦% પરિણામ આવે છે. અભ્યાસિક અને સહ અભ્યાસિક કાર્યક્રમોનું ક્ષતિરહિત આયોજન કરવા બદલ સદર સંસ્થાને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.

કચ્છી સાહિત્ય કલા સંઘ અને વી.આર.ટી.આઇ. માંડવી - કચ્છ આયોજીત કચ્છી પરીક્ષામાં તપોવન ગુરુકુલ કચ્છ જીલ્લામાં સતત ત્રણ વર્ષથી પ્રથમ સ્થાને રહેલ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજીત અખિલ ભારતીય વિભાગ પ્રચારક વર્ગ માટે તપોવન ગુરુકુલ સ્થાન, વ્યવસ્થા અને વાતાવરણની દ્રષ્ટિએ પસંદગી પામ્યા બાદ સંઘના મા. સરસંઘચાલકજી શ્રી મોહનજી ભાગવત, મા. સરકાર્યવાહજી શ્રી ભૈયાજીની નિશ્રામાં ૫૦ જેટલા અ.ભા. પ્રચારકો દ્વારા સમગ્ર ભારતના કુલ ૨૯૦ જેટલા વિભાગના પ્રચારકોના પાંચ દિવસના આ તાલીમ વર્ગના યજમાન પદે રહેવાનો દિવ્ય અવસર તપોવન ગુરુકુલને મળ્યો હતો. તાલુકા અને જીલ્લા સ્તરના વિજ્ઞાન મેળાઓ, તાલુકા કક્ષાના રમતોત્સવોનું સમયાંતરે તપોવન ગુરુકુલને યજમાનપદ મળતું રહ્યું છે.

જે આયોજનો ક્ષતિરહિત સફળતા પૂર્વક પૂર્ણ કરવા બદલ જીલ્લા શિક્ષણ કચેરી અને અન્ય સ્થાનિક કેળવણી મંડળોના હૃદયમાં માનભર્યું સ્થાન મેળવેલ છે.